Welcome to ISSO Shree Swaminarayan Temple - Los Angeles

Under Shree Nar Narayan Dev Gadi


Monday, 05/20/2019

તિથિ :
Dhanurmas - Message from Ramanujdasji Swami

વહાલા ભક્તો આપડા સંપ્રદાયમાં અનેક ઉત્સવો ઉજવાય છે .શ્રીજી મહારાજ ઉત્સવ નિમિતે પોતાના ભક્તજનોને એકત્રિત કરી એકબીજા પરસ્પર મળે,ગુણગ્રહણ,કરી નિષ્ઠા દ્રઢ બનાવે.શ્રીજીમહારાજ અને સંતોના વચન રૂપી અમૃતનો લાભ મળે એ હેતુ માંટે વિવિધ ઉત્સવો કરતા.ઉત્સવ સમૈયાનો મુખ્ય હેતુ વર્ણવતા શ્રીજી મહારાજ( ગ.પ્ર.૩ માં કહેછે કે ઉત્સવ સમૈયાની અંતકાળે સ્મૃતિ થઇ આવેતો ધામની પ્રાપ્તિ થઇ આવે ) તો શ્રીજીમહારાજે સ્થાપેલી ઉત્સવો ની પરંપરા લુપ્ત નો થાય તે આપણી ફરજ બની રહે છે .શિયાળા ની ઋતુ માં માગશર મહિનામાં સૂર્ય ધન રાશી માં પ્રવેશ કરેછે તેથી સંક્રાંતિ ના એક મહિનાના સમય ને ધનુર્માસ કહેવાય છે .માગશર માસ એ ભગવાન નું સ્વરૂપ છે એમ ભગવાને કહ્યું છે કે

|| मासानां मार्गशीर्षोहं ||

''માગસર માસ એ મારું સ્વરૂપ છે”.

આ પવિત્ર સમયે વહેલી સવારે પુણ્ય કમાવાનો બહુ મહિમા છે આસમય દરમ્યાન ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપનીઋષી ના આશ્રમ માં અભ્યાસ કરવા ગયાહતા.તેથી આપણા મંદિરોમાં વહેલી સવારે શ્રી ઠાકોરજીને વિદ્યાભ્યાસ કરવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને "શ્રી સ્વામિનારાયણ "મહા મંત્ર ની ધૂન થાય છે .હરી નામ સંકીર્તન એ જપ યજ્ઞ નો એક પ્રકાર છે . આપણા ધર્મ નું મુખ્ય પ્રમાણ વેદ છે .અને વૈદિક ધર્મ નું મુખ્ય લક્ષણ યજ્ઞ છે.આપણા દેશના એક સમય એવો હતો કે જયારે સર્વત્ર યજ્ઞ યાગ થતા હતા .યજ્ઞ ની શિક્ષા આપતા ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે

श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥

અર્થાત દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે તેમાંપણ यज्ञानां जप यज्ञोस्मि કહીને ભગવાને જપ યજ્ઞને પોતાની "વિભૂતિ "બતાવ્યો છે .કળયુગમાં કીર્તન ભક્તિને સતશાસ્ત્રો માં અતિશય મહત્વ આપેલું છે.વૈદિક પરંપરને સમાંતર પણે ભારત માં પ્રવર્તેલી પંચરાત્ર આગમોની નવધા ભક્તિ માં પણ કીર્તન ભક્તિ નું મુખ્ય સ્થાન છે . સ્વામિનારાયણ મહા મંત્ર નો મન વડે યથાર્થ જપ કરવો એટલે જપ યજ્ઞ.મહા મંત્ર નો યથાર્થ જપ કરવા માટે માનસિક ક્રિયાની આવશ્યકતા છે મહા મંત્ર નો જપ કરતાની સાથેજ ભગવાન સ્વામિનારાયણ નું સ્વરૂપ અંતરમાં દેખાવું જોઈએ જેજે ચરિત્રો કાર્ય તે ચરિત્રો નું પણ સ્મરણ થવું જોઈએ .મહારાજ નું સર્વોત્તમ પણું અને પોતાનું અલ્પત્વ પણું ધ્યાન માં આવું જોઈએ તેમજ ગદગદ કંઠે થઇ જપ કરવો તેને જપ યજ્ઞ કહેવાય છે . સ્વામિનારાયણ મહા મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી અનંત કોટી બ્રહ્માંડ ના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ઉદઘોષ કરી સિદ્ધ કરેલો મહાપવિત્ર સર્વશક્તિમાન તેમજ અમોઘ ફળ આપનાર મંત્ર છે. આ યજ્ઞ બધામાંટે સુગમ અને સર્વમાન્ય છે કળયુગમાં અતિશય શ્રેષ્ઠ અને કલ્પ વૃક્ષ સમાન આ યજ્ઞ માં કોઈજાતનો ખર્ચ નથી તેમજ જયારે ઈચ્છા થાય ત્યારે કોઈ પણ ક્રિયામાં થઇ શકે છે .

हरेर नाम हरेर नाम
हरेर नमैव केवलम
कलौ नस्ति एव नस्ति एव
नस्ति एव गतिर् अन्यतः

(બ્ર .ના .પુ માં )જપ યજ્ઞનું મહત્વ બતાવતા ભગવાન વ્યાસ કહે છે કે આધિ ,વ્યાધી ,ઉપાધી થી ભરેલા આ કળયુગ માં ભગવાન શ્રી હરિનામ સંકીર્તન વિના આ દુસ્તર સંસાર સાગર થી પર ઉતારવા બીજું કોઈ સાધન નથી તપ કરવાથી યોગ સાધવાથી તથા સમાધિ કરવાથી જે ફળ નથી મળતું તેફળ કળયુગ માં કેવળ નામ સ્મરણ માત્રથી પ્રાપ્ત થાય છે ભગવાન સ્વામિનારાયણ ના નામ નું સંક્રીતન કરવાથી જીવાત્મા અપાર દુઃખથી ભરેલા ભવસાગર થી મુક્ત થઇ દિવ્ય સુખનો અધિકારી બને છે જપ યજ્ઞથીજ બધી સિદ્ધી ઓં પ્રાપ્ત થાય છે તેમજ સર્વ ધર્મ ના અનુષ્ઠાન નું ફળ મળેછે જપ યજ્ઞ માં કોઈ કઠિનાઈ, ખર્ચ ,મહેનત કે કઠોર નિયમ નથી સુગમ સીધો ને સાદો પણ મહા ફળ આપનારો યજ્ઞ એટલે જપ યજ્ઞ || यज्ञानां जप यज्ञोस्मि || આનાથી વધુ મહાત્મય શું હોઈ શકે ? તો ચાલો આપને આ ઉત્સવના સહ ભાગી બનીએ અને શ્રી સ્વામિનારાયણ મંદિર નોર્વોક (isso L .A ) માં ચાલુ થતા ધનુર્માસ ની શ્રી સ્વામિનારાયણ મહા મંત્ર ની ધૂન કરી માસ ને સફળ બાનાવીયે.