Notice: Undefined variable: page in /home/wyzmuvcmer0h/public_html/index.php on line 83
Shree Swaminarayan Temple, Los Angeles

ISSO Shree Swaminarayan Temple - Los Angeles

Under Shree Nar Narayan Dev Gadi


Notice: Undefined variable: page in /home/wyzmuvcmer0h/public_html/index.php on line 162
Swaminarayan Parcha - આજ કલિયુગ માં પરચા

આજ કલિયુગ માં પરચા

ભક્તો આજે આપને વાત કરીએ છીએ સર્વોપરી મહારાજ નાં દિવ્ય પરચાની એ પણ આવા ઘોર કલિયુગ માં પોતાના પોતાના વ્હાલસોયા ભક્તો ને સતત પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપે છે.જે જીવના દિલ માં ભક્તિ શરણનું બીજ ઉત્ત્પન થાય ત્યાં સર્વોપરી મહારાજ પ્રગટ થઇ દર્શન આપે છે. ભક્તો આવા દયાળુ ભગવાનની જયારે આવી મહિમાની વાત સાંભળીયે ત્યારે શરીરના એક એક રોમ આનંદ પ્રગટ થાય છે ઓ હો આવા દિવ્ય મહારાજ આપણને મળ્યા છે અને પછી આ અનન્ત જન્મોથી ભટકતા જીવને આવા પ્રભુ ને મળવાની ઈચ્છા અંતરમાં જાગૃત થાય ત્યારે તરતજ મહારાજ પોતાના ભક્ત ને દર્શન આપે તો ભક્તો આવા કઠણ કાળમાં હમણાંજ ટુક સમય પહેલા આપણા નરનારાયણ દેવ ગાદીનું અમેરિકા સ્થિત કેલીફોર્નીયા લોસ એન્જલીસ ISSO શ્રી સ્વામીનારાયણ મંદિર માં થયેલ અધભુત પરચા ની વાત જે સિદ્ધ કરે છે આપણા મહારાજના દિવ્ય વરદાન ને કે અમારે દ્વારે અને આચાર્ય દ્વારા પ્રતિષ્ઠિત સ્વરૂપમાં અમે સાક્ષાત હાજરા હજૂર રહેલા છીએ.તો આવો ભક્તો જાણીએ આ દિવ્ય પરચા વિષે .......


આ વાત એક અમેરિકન,એક દક્ષીણ ભારત નાં રહેવાસી અને એક પંજાબી પરિવાર ની છે જેમને આપના મહારાજે સાક્ષાત દિવ્ય દર્શન આપેલા . સહુથી પહેલા આપને વાત કરીએ એ અમેરીકાન લેડી ની જેના દિલ માં મહારાજ નીં ઈ દિવ્ય સલૂણી મૂર્તિ મન માં બસી ગયી.એ અમેરીકન લગભગ ચાર વર્ષ પહેલા આપણા નોર્વાક સ્વામિનારાયણ મંદિરમાં પોતાના મિત્રો જોડે એક પાર્ટીમાં આવેલી અને મંદિરમાં હિંદુ સંસ્કૃતિ જાણી એને દિવ્યતા લાગી પછી થોડી મંદિર ની જાણકારી મેળવી પછી મંદિર થી એને સ્વામિનારાયણ ભગવાન એને શિક્ષાપત્રી અંગ્રેજી વાળું પુસ્તક આપ્યો એ પછી ઈ ઘરે લઇ જઈ મૂકી દીધું પણ આ વાત ને વીત્યા જયારે ચાર વર્ષ થયા ત્યારે એના દેહ માં આંતરીક રોગો ઉત્પન થયા ,ઈ રોગો ને મટાડવા અનેક ડોકટરો ને બતાવ્યા પછી પણ એના રોગો નો ટળ્યા એને બધેય થી જયારે પછી પડી ત્યારે એકલી એકલી ઘરે રડતા રડતા ભગવાન ને યાદ કર્યા કરે જયારે બહુજ દેહ નો રોગ વધ્યો ત્યારે એક વખત રાત્રીના સમય આર્તનાદ થી ભગવાનને પુકારવા લાગી ,આમ અરદાસ કર્તા કર્તા ભગવત કૃપા થી એની નજર આપના ગ્રંથો ઉપર પડી એને ઈ હાથ માં લઇ પછી આખી રાત એ પુસ્તક વાચી જેનાથી એના દિલ માં ભગવત કૃપા નાં પ્રકાશ થી થોડી શાંતિ થઇ એને બીજા દિવસ ની રાત્રીએ આપણા દયાળુ ભગવાન જે સહુ જીવ ઉપ્પર કૃપા કરવા માટે આવ્યાતા એજ ભગવાન રાત્રીના સમય અલોકિક દર્શન આપી એને આશીર્વાદ રૂપી વચનો કીધા એને કહ્યું કે હવે બેટા તું ચિંતા કરીશ નહિ ,અને જો તારે સાચી શાંતિ જોઈએ તો મારા મંદિર માં આવ તને મારા દર્શન કરી શાંતિ થશે એને બધું સારું થશે. અને રાત્રી નાં દર્શન પછી એના આનંદ ની સીમા નો કાઈ પાર રહ્યો નહિ એન હવે ખબર કઈ રીતે પડે કે મંદિર ક્યા ? પછી એને ગૂગલ ઉપ્પર સર્ચ કરી કાર્ડિફ ની સાઈટ ઉપ્પર થી આપણા એલ એ મંદિર નો એડ્રેસ મળ્યું એને પછી ત્રીજા દિવસ નાં સાંજ નાં સમયે એ મંદિર ગોતતી ગોતતી આવી અને જ્યાં મંદિર માં પ્રવેશ કર્યું ત્યાજ બે બકલી થઇ દોડતી દોડતી બોલવા લાગી એજ છે,એજ છે,એજ છે,જેમને મને દર્શન આપ્યા બસ આજ સ્વરૂપ છે,પછી ભક્તો ભગવાન આગળ ઢળી રડવા લાગી અને ભગવાનના દર્શન કરતા-કરતા ભગવાન થી વાતો કરવા લાગી જાણે મહારાજ સાક્ષાત એના જોડે વાતો કરતા હોય એના પછી એ દરરોજ મંદિર આવવા લાગી જેનાથી એને શાંતિ મળી.


અને આવી ને આવી વાત છે એ પંજાબી ફેમેલી ની જેના ઉપર આપણા દયાળુ ભગવાન ની કૃપા થઇ અને એ પરિવાર પવિત્ર બની ગયું, એ પરિવાર આપણા મંદિર ની બાજુમાં સનાતન ટેમ્પલ માં દરરોજ દર્શન કરવા આવે પણ આપણા મંદિર નો આવે એ પરિવાર બધી રીતના દુખી હતો તો નિવારણ માટે ડર-ડર ભટકે કેટલાય પંડિતો કેટલાય જ્યોતિષો ને બતાવ્યા પણ પરેશાનીયો દુર નાં થઇ છેવટે આવા સંસ્કારી પરિવાર ને જયારે માર્ગ ના મળ્યું પ્રયત્ન કરવા છતાય ત્યારે ભગવાન એમની નાની દીકરી (નંદીની) માં પ્રવેશ કરી મામી -પાપા ને સંદેશો આપ્યો કે મમ્મી આપણે આ મોટા મંદિર માં ક્યારેય નહિ ગયા તો ચાલોને આજે આ મંદિર માં દર્શન કરવા જઈએ એના કહેવાથી બધા મંદિર માં આવ્યા એને દર્શન કરી બહુજ ખુશ થયા એને કહે કે આવા અદ્ભૂત દર્શન તો આપણે ક્યારે નથી કર્યા ખરેખર આજે એ લોકો આનંદની અનુભૂતિ અને ખુશ મને મંદિર થી પાછા ઘરે ગયા અને સતત બે દિવસ સુધી મંદિર આવ્યા અને ત્રીજા દિવસ ની રાત્રી નાં સમયે જયારે સુતા હતા ત્યારે આપના વહાલા ઘનશ્યામ મહારાજે રાત્રી નાં સમયે ત્રણેય જણાને સ્વપ્નામાં હૃદયમાં આવી એકજ સ્વરૂપે દર્શન આપી કહે કે તમે લોકો મને પ્રાપ્ત કરવા બહુજ પ્રયત્ન કર્યો તો ભક્તિથી બહુજ પ્રસ્સન થયો છું તમારે જો સુખી થવું હોય તો કાલ થી મારા મંદિર માં આવી મારા દર્શન કરજો તો તમારા બધાજ દુઃખો દુર થઇ જશે,હવે ચિંતા નાં કરશો હું તમારી સાથેજ છું તો બીજા દિવસે જાગી બધાય વાત કરી રાત્રી નાં સ્વપ્નની, બધાય ને આશચર્ય થયું કે આપણને બધાને એકજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા ,હે ભગવાન તમે દયાળુ છો. સવારે નાઇ-ધોઈ મંદિરે આવ્યા એને એમને આખું વૃતાંત કહ્યું પછી એમને એક પ્રશ્ન થયું એને પૂછ્યું કે સ્વામીજી આપ એક બાત બતાઈયે કી હમકો ભગવાન કે દર્શન રાત્રી કે સ્વપ્ન મેં હુઆ તો અમે કહ્યું તો તો આપ ભાગ્યશાળી હો કે આપકો ભગવાન કે દર્શન હુઆ તો એમને કીધું કે યહ તો હમ જાનતે હે કી ભાગ્યશાળી કો હી ભગવાન કે દર્શન હોતે હે ,,તો એક બાત હંમે સમજ મે નહિ આતી કી હમને તો કભી ઉનકી ઉપાસના નહિ કી તો ઉન્હોને હંમે કયો દર્શન દિયા ત્યારે અમે કીધું કે ભગવાન કી દ્રષ્ટિ તો પૂરે હી જગતમે ફેલી હુઈ હે કી ભગવાન દેખતે હે કોનસા જીવ મુજે પ્રાપ્ત કરને કે લિયે નિરંતર અનુસંધાન રખકર કર્મ કરતે હે ફિર ભગવાન ઐસે વ્યક્તિ કે ઉપ્પર કૃપા દ્રષ્ટિ બરસાતે હે,તો સ્વામીજી અબ હંમે ક્યા કરના ચાહિયે ફિર મેને કહા કી અગર આપ હમારી બાત માને તો આજસે સ્વામિનારાયણ રટણ કરતે રહના તો આપકી સબ જગહ ભગવાન રક્ષા કરેંગે ઔર સુખી કરેંગે ,તો ઉસ દિન કા દિન ઔર આજ તક પુરા પરિવાર ભગવાન કી પૂજા કરતે હે ઔર જો કામ વર્ષો સે અટકે હુએ થે વો સબ ભગવત કૃપા સે હો ગયા, અબ જો કોઈ ભી ઉન્હેં સ્વામીનારાયણ ભગવાન કે માર્ગ સે ભટ્કાને કી કોશિશ કરેગા તો ભી વહ સ્વામિનારાયણ ભગવાન કો છોડને વાલે નહિ હે .એટલેજ કહું છું કી એક બાર પ્રેમ થી મળો મહારાજ ને તો આનંદ થઇ જશે.


અને ભક્તો હવે જે દિવ્ય ચરિત્ર ની વાત કરું છું તે ખરેખર આપણને હલાવી દે એવો છે એ પરચાની વાત છે.સાન ડિયાગો થી આવેલા દક્ષીણ ભારત નાં પરિવારની,જેમના ઘરમાંથી એક નાની બાળકી ને મહારાજે અદ્ભુત દર્શન આપેલા એ પણ આપણા એલ.એ. મંદિરમાં.. તો સાંભળો હવે ધ્યાન દઈને આ દિવસ આ દિવસ હતો હોળીનો સવારના સમયમાં એ લોકો સાન ડિયાગો થી એલ એ ફરવા આવ્યા હતા ત્યારે આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર ને જોઈ ઈચ્છા થઇ કે ચાલો આપણે પણ દર્શન કરવા જઈએ ત્યારે બપોરે ૧૨:૦૦ વાગ્યા આપણા મંદિર માં દર્શન બંદ થાય તો એ લોકો આવ્યા અને હું દર્શન બંદ કરવા જતો હતો તો રોકાઈ ગયો,પછી બધી વાત કરી અમે સાન ડિયાગો થી આવ્યા છીએ.આમ વાત કરતા હતા ત્યારે છોકરી સીધી ભગવાન સામે કઠોડા આગળ ઉભી રહી ગયી અને એક મીશે ભગવાન સામે જોવા લાગી ત્યારે આ ઘટના સામાન્ય લાગતી હતી પણ ફેમેલીના ત્રણ માણસો માત-પિતા અને એની બા બેસી ગયા,પણ છોકરી યથાવત સ્તિથીમાં ભગવાન આગળ ઉભી રહી આમ દર્શન કરતા-કરતા જયારે ૧૦.મિનીટ થયા પછી અચાનક છોકરી ની સ્તિથી બદલાઈ દર્શન કરતા-કરતા બાળકી ભગવાન સામે હાથો નાં હાવ-ભાવ થી ભગવાન જોડે વાતો કરવા લાગી જાણે સાક્ષાત મહારાજ સામે ઉભા હોય એમ હાથો નાં હાવ ભાવ થી વાત કરતા-કરતા જ્યાં ૨૦. મિનીટ થઇ ત્યાં તો છોકરી રડવા લાગી પછી પાંચ મિનીટ સુધી રડી અને જ્યાં ૨૫.મિનીટ થઇ તો છોકરી જોર-જોર થી બોલવા લાગી, (માધવા-મુકુંદા હે ગોપાલા મોરલી મનોહર નંદલાલા ) આમ પાંચ મિનીટ સુધી નિરંતર બોલતી-બોલતી નાચવા લાગી જયારે નાચતી હતી ત્યારે ભાન ભૂલીને નાચતી હતી ત્યારે એના મધર-ફાધર કંટ્રોલ કરવા લાગ્યા પણ કંટ્રોલ ના થઇ અને અચાનક જાણે મહારાજ મળીને પાછા જતા હોય એમ મહારાજ સામે અધીરી થઇ બે હાથથી મહારાજ ને પકડવા જતી હોય અને એમ કહતી હતી ( હે માધવ કહા જા રહે હો ,હે માધવ કહા જા રહે હો ) આમ કહેતા-કહેતા બાળકી ધરતી ઉપર બેભાન થઇ પડી ગયી બે ત્રણ મિનીટ પછી બેભાન અવસ્થા માં થી જાગી અને મહારાજ સમું જોવા લાગી, ભક્તો તમને ખ્યાલ છે એ નાની છોકરી ની ઉમર હતી ફક્ત ૬ વર્ષ,ત્યારે એના માં-બાપ કહે સ્વામીજી જબ હમારી બચ્ચી કો હમ જબ લા રહે થે તો ઇસને કહા કી મંદિર લે જાઓગે તો એલ.એ. આઉંગી મુજે કહી ઘૂમને નહિ જાના અબી સે ઇતની બડી ભગવાન કી ભગત હો ગયી હે ત્યારે મેં કહ્યું કી આપ તો નસીબદાર હો કી આપકે ઘર ઐસા ભક્ત-રત્ન પ્રાપ્ત હુંઆ હે .તો જોયું ભક્તો આ છે મહારાજના આપેલા વચનો ની સત્યતા જે આપણને યાદ દેવડાવે છે એમના આપેલા વચન કે અમે આચાર્ય દ્વારે પ્રતિષ્ઠિત સ્વરૂપો- દીક્ષિત સંતો માં પ્રમાણિત કરેલા શાસ્ત્રો માં કાયમ પ્રગટ હાજરા હજૂર રહેલા છીએ અને ભક્તો ખ્યાલ હશે જયારે આ મંદિર ની પ્રતિષ્ઠા થઇ ત્યારે આપણા પ.પુ.મોટા મહારાજશ્રી જયારે પ્રતિષ્ઠા કરતા હતા ત્યારે મહારાજશ્રી ને લાગ્યું કે આ મારું ખેસ કોને પકડ્યું ત્યારે જોતા ખબર પડી કે હો આ તો અમારા દાદાએ પકડ્યું છે ત્યારે આ દ્રશ્ય જોતા ભક્તો ધન્ય-ધન્ય બની ગયા હતા.તો છેલે ભક્તો આપણને સર્વોપરી દયાળુ મહારાજ મળ્યા છે તો એમને કાયમ આપણા હ્રદય મંદિરમાં બિરાજમાન રાખી ભજન કરવું .


...અસ્તુ જય સ્વામિનારાયણ